મહેસાણા ભાજપનું રાજકારણ ગરમાયું, મહિલા હોદ્દેદાર પાસે બિભત્સ માંગણી કરતો ઓડિયો થયો વાયરલ

Study Material
0
મહેસાણા ભાજપના રાજકારણ ગરમાયું છે. ભાજપ મહિલા મોરચાના એક હોદેદારો નો ઓડિયો સામે આવ્યો છે. કોઈ અજાણ્યા નંબરથી કોલ કરી ભાજપ મહિલા હોદ્દેદાર પાસે બિભસ્ત માંગણી કરતા હોવાનું ઓડિયોમાં ઉલ્લેખ છે. ભાજપ મહિલા હોદ્દેદારને કૉલ કરી બિભસ્ત માંગણીઓ કરવામાં આવતાં ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયું છે. સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો છે. ભાજપ મહિલા હોદ્દેદારે ખેરાલુ પોલીસ મથકમાં લેખિતમાં ફરીયાદ આપતાં પોલીસે તપાસ શરૂ કરી છે. 



રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર તથા આઇ.ટી.એક્ટના ગુન્હાના આરોપીને રાજુલા પોલીસ ટીમે ઝડપી લીધો હતો અને ધોરણસર કાર્યવાહી કરી હતી. પીડિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયા (ઉ.વ.૩૯ ધંધો.પ્લમ્બીંગ હાલ રહે.રાજુલા ભેરાઇ રોડ સંસ્કાર એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૫ તા. રાજુલા મુળ રહે.કેરીયા નાગેશ ગામ તા.જી.અમરેલી) વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ પ્રથમ ફરીયાદી સાથે મીત્રતા કેળવી બાદ ફરીયાદીનો મોબાઇલ નંબર મેળવી ત્રણેક મહિના પહેલા ફરીયાદીના ઘરે આવી ફરીયાદીની જાણ બહાર તેના મોબાઇલ ફોનમાં ફરીયાદી નહાતા હોય તેનો વીડીઓ ઉતારી લઇ અને ફરીયાદીને તે વીડીઓ મોકલી બ્લેક મેઇલ કરી ફરીયાદીની મરજી વિરૂધ્ધ શરીર સંબધ બાંધી ફરીયાદી સાથે બળાત્કાર કરેલ હોય અને ફરીયાદીને 'આ વાત કોઇને કરીશ તો તારો આ વીડીઓ વાઇરલ કરી દઇશ' તેવી બદનામ કરવાની ધમકી આપેલ હોય જે ગુનાના કામે આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(એન), ૫૦૬(૧) તથા આઇ.ટી. એક્ટ કલમ ૬૬(ઇ) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના અનુસંધાને રાજુલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડાની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા મજકુર આરોપી પ્રવિણભાઇ જેઠાભાઇ મેરીયાને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top