તાપી જિલ્લામાં સરેરાશ 27.77 ટકા મતદાન:લોકશાહી પર્વની અનોખી ઉજવણી; સોનગઢ નગરમાં ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો

0
ત્રીજા તબક્કાની ચૂંટણી માટે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ. 23 બારડોલી લોકસભા બેઠક પર સાત વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ છે. મતદારો ધીમે ધીમે મતદાન મથક પર પહોંચી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બારડોલી લોકસભા બેઠક પર 2180 બૂથ ઉપર આજે મતદાન. કુલ 20 લાખથી વધુ મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી ઉમેદવારને ચૂંટશે ભાજપની ગઢ ગણાતી બારડોલી બેઠક પર ભાજપના પ્રભુ વસાવા અને કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે સીધો જંગ છે.




લોકશાહી પર્વની અનોખી ઉજવણી

બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં ઘોડા પર સવાર થઈ યુવક મતદાન કરવા પહોંચ્યો. લોકો વધુમાં વધુ મતદાન કરે એ માટે વરરાજાનો ડ્રેસ પહેરી ઘોડા પર સવાર થઈ મતદાન કરવા માટે યુવક મતદાન મથકે પહોંચ્યો હતો. ઢોલ નગારા સાથે ઘોડે સવાર થઈ રાહુલ સોની નામના યુવક દ્વારા મતદાન મથક ખાતે જઈ મતદાન કરવામાં આવ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top