ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા મતદાન કર્યું હતું. સૌ કોઈ લોકોને તેઓએ મતદાન કરવા અપીલ કરી હતી. ગણપત વસાવા સાથે સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઉભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયાં હતા. 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે.
ત્યારે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપત વસાવા એ પણ પોતાના વતન ઉમરપાડા તાલુકાના વાડી ગામ ખાતે શાળામાં પહોચી મતદાન કર્યું હતું. ગણપત વસાવાએ સૌ કોઈ મતદારોને નજીકના મતદાન મથક ખાતે જઈ મતદાન કરવા અપીલ કરી હતી. તેઓ સાથે વાડી ગ્રામ પંચાયતના સરપંચ ભૂપેન્દ્ર વસાવા, કૃપાલ વસાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


.png)