આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન શરુ થઈ ગયું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.
|
બેઠક |
5 વાગ્યા સુધીની
ટકાવારી |
|
અમદાવાદ પૂર્વ |
49.95% |
|
અમદાવાદ પશ્ચિમ |
50.29% |
|
અમરેલી |
45.59% |
|
આણંદ |
60.44% |
|
બારડોલી |
61.01% |
|
ભરૂચ |
63.56% |
|
બનાસકાંઠા |
64.48% |
|
ભાવનગર |
48.59% |
|
છોટા ઉદેપુર |
63.76% |
|
દાહોદ |
54.78% |
|
ગાંધીનગર |
55.65% |
|
જામનગર |
52.36% |
|
જૂનાગઢ |
53.84% |
|
ખેડા બેઠક |
53.83% |
|
કચ્છ બેઠક |
48.96% |
|
મહેસાણા |
55.23% |
|
નવસારી |
55.31% |
|
પોરબંદર |
46.51% |
|
પંચમહાલ |
53.99% |
|
પાટણ |
54.58% |
|
રાજકોટ |
54.29% |
|
સાબરકાંઠા |
58.82% |
|
સુરેન્દ્રનગર |
49.19% |
|
વડોદરા |
57.11% |
|
વલસાડ |
68.12% |
ઉનાના બાણેજમાં 100 ટકા મતદાન
ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરીદાસ બાપુએ મતદાન કરતા જ સો ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બુથ પર સો ટકા મતદાન થાય છે.
ત્રીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ વધ્યો
ત્રીજા તબક્કામાં મતદારોનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બપોરના 1 વાગ્યાના જાહેર કરાયેલા મુજબ પશ્ચિમ બંગાળમાં 49.27 ટકા તો આસામમાં 45.88 ટકા, છત્તીસગઢમાં 46.14 ટકા, ગોવામાં 49.04 ટકા જ્યારે મધ્ય પ્રદેશમાં 44.67 ટકા મતદાન થયું છે. ગુજરાતની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં 37.83 ટકા મતદાન થયું છે.



.png)