લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.49 ટકા મતદાન નોંધાયું. જે છેલ્લી બે ટર્મ 2014 અને 2019 કરતા ઓછું છે. લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં 64.12 ટકા મતદાન થયું હતું. જે આ વર્ષના મતદાનથી 4 ટકા જેટલું વધારે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ઓછું મતદાન થવાના કેટલાક કારણો સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં પાછલા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન થયું છે.
ઉનાળુ વેકેશન : મે અને જૂન મહિનામાં ઉનાળુ વેકેશન હોવાથી લોકો ફરવા નિકળી જતા હોય છે. જેના કારણે મતદાનમાં થોડા અંશે ઘટાડો થયું હોવાનું અનુમાન છે.
અસહ્ય ગરમી-તાપ : મતદાનના દિવસે રાજ્યમાં અસહ્ય ગરમી પડી હતી. અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું હતું. આમ, આકરી ગરમીના કારણે વૃદ્ધો અને કેટલાક લોકોએ મત આપવાનું ટાળ્યું હોવાનો પણ અંદાજ છે.
લોકોમાં નિરસતા : મોંઘવારી, બેરોજગારી, ખેતી, શિક્ષણ, સ્વાસ્થ્ય જેવા લોકોની જરૂરિયાતના મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં પ્રાધાન્ય ન અપાયું. લોકોના મુદ્દાઓની અવગણના કરવામાં આવી. જેના કારણે કેટલાક લોકોમાં નિરસતા જોવા મળી અને મતદાન ન કર્યું.

.png)