સોનગઢ ચેકપોસ્ટ પાસેથી માલેગાંવ તરફ 10 ભેંસ ભરીને જતા ટેમ્પો સાથે 2 આરોપી પકડાયા

Study Material
0
સોનગઢ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગ કરતાં સોનગઢ પોલીસના સ્ટાફ દ્વારા બાતમીના આધારે એક આઈસર ટેમ્પોને અટકાવી તેમાંથી ખીચોખીચ સ્થિતિ માં ભરવામાં આવેલી દસ ભેંસોને બચાવી લેવામાં આવી હતી.




સોનગઢ પોલીસ દ્વારા નવા ચેકપોસ્ટ વિસ્તારમાં હાઇવે પર બુધવારે રાત્રે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અહેકો વિપુલ દરજીને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પોમાં ગેરકાયદે ભેંસો ભરી ને મહારાષ્ટ્ર રાજ્યમાં ચાલતાં કતલખાનાં તરફ લઈ જવામાં આવી રહી છે. એ સાથે જ આ ટેમ્પોનું પાયલોટિંગ લાલ કલરની કારમાં ભેંસો નો માલિક જ કરી રહ્યો છે. આ આધારે હાઇવે પર નવા ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રે 3.45 કલાકે બાતમી મૂજબનો ટેમ્પો મળી આવતાં પોલીસ સ્ટાફે તેને કૉર્ડન કરી અટકાવ્યો હતો.આ જ સમયે પાયલોટિંગ કરતો લાલ કલર ની ક્રેટા કારનો ચાલક રસ્તે ઉભેલી પોલીસને નિહાળી પૂરઝડપે નાસી ગયો હતો. બાદમાં ટેમ્પોમાં તપાસ કરતાં ખીચોખીચ સ્થિતિમાં પાણી કે ચારા ની સગવડ વિના ક્રૂર રીતે ટૂંકી દોરીથી બાંધવામાં આવેલી દસ ભેંસો મળી આવી હતી. 
 
 
 
 
પોલીસે ટેમ્પોનો ચાલક મુશરાન ફકીરા મુલતાની અને ક્લિનર યુસુફ મુલતાની બંને રહે.મુલતાની ફળિયું,ઝંખવાવ તા.માંગરોળની પૂછપરછ કરતા ટેમ્પો માં ઝંખવાવ ખાતે રહેતો મોઇન મહમ્મદ મુલતાની નામના ઈસમે દસ ભેંસો ભરાવી હતી અને માલેગાંવ કતલ ખાને પહોંચાડવાની તેમને સુચના આપી હતી.સદર ભેંસોનો માલિક મોઇન મુલતાની ટેમ્પોની આગળ કાર લઈ પાયલોટિંગ માટે નીકળ્યો હતો. સોનગઢ પોલીસે ટેમ્પો અને ભેંસો તથા બે મોબાઈલ મળી કુલ રૂ.22,16000ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરી ટેમ્પો ચાલક મુશરાન મુલતાની અને ક્લિનર જુબેર મુલતાનીની અટક કરી હતી જ્યારે ટેમ્પોમાં ભેંસો ભરાવનાર મોઇન મુલતાનીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top