TRP ગેમઝોન: રાજકોટ ગેમઝોનના આરોપી ધવલ ઠકકરની બનાસકાંઠા LCB પોલીસે અટકાયત કરી

Study Material
0
રાજકોટ ગેમ ઝોનના આરોપી ધવલ ઠક્કરની બનાસકાંઠા એલસીબી ટીમે અટકાયત કરી છે. બનાસકાંઠા LCB પોલીસે ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુરોડથી અટકાયત કરી છે. આબુરોડની બજારમાંથી પોલીસે કરી ધવલ ઠક્કરની અટકાયત કરી છે. રાજસ્થાનના આબુરોડમાં ધવલ ઠક્કર તેમના સંબંધીના ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ શહેરમાં TRP ગેમઝોનમાં લાગેલી આગમાં કુલ 27 લોકોના મોત થયા છે. હવે આ અગ્નિકાંડને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ આગકાંડના આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટ ગેમઝોન અગ્નિકાંડના આરોપીઓને 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં વધુ તપાસ માટે ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, નિતીન જૈન, અશોકસિંહ જાડેજા, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર છે. જેઓ TRP ગેમઝોનનું સંચાલન કરતાં હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અંદાજિત 7 થી 8 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોવાનું સામે આવ્યું છે.

કોર્ટે પોલીસને કહ્યું, ધ્યાન રાખજો આ ત્રણ ભરાઈ જાય અને મોટા માથાઓ છૂટી ન જાય. 14 દિવસ બાદ આવો ત્યારે કેસ ડાયરી સાથે લેતા આવજો. આરોપીઓએ કોર્ટમાં કહ્યું, અમે અગ્નિ શામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી છે. અમે કોઈ દરવાજો બંધ કરવાનો આદેશ નથી આપ્યો. અમે ખુદ લોકોને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે. રાહુલ રાઠોડે કહ્યું, હું આજે જાતે સામે ચાલીને હાજર થયો છું.

યુવરાજ સિંહ સોલંકીએ કોર્ટમાં કહ્યું, હું અને નીતિન જૈન બંને અગ્નિ શામક સાધનો દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરી હતી. અમને પોલીસ દ્વારા જે પણ વિડિયો બતાવવામાં આવ્યા તે અંગે અમે પોલીસને માહિતી આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top