રાજકોટ દુર્ઘટનાના પડઘા! ગુજરાતમાં તમામ ગેમિંગ ઝોન બંધ કરવાના છૂટયા આદેશ

Study Material
0


રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 22 લોકાના મોત બાદ સરકારે રાજ્યભરના તમામ ગેમિંગ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો


જગ્યાના માલિક, ગેમઝોનના સંચાલકો ફરાર
રાજકોટમાં ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપી હતી. જો કે, ગેમઝોનની જગ્યાના માલિક, ગેમઝોનના સંચાલકો ફરાર થયા છે. અત્રે જણાવીએ કે, ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુઆંક 22 થયો છે.


મુખ્યમંત્રીએ તંત્રને બચાવ રાહત કામગીરી માટે આપી સૂચના
ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે

સળગતા સવાલ
  • રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?
  • શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ?
  • ફાયર સેફ્ટિના સાધનો છે તો આગ કેવી રીતે લાગી?
  • ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?
  • થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કેમ?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top