- સોનગઢ તાલુકાના કાવલા ગામના જંગલ વિસ્તારમાં બીજ વાવેતર કરતાં યુવકો
- આગામી ચોમાસા દરમિયાન મોટાં પ્રમાણમાં વૃક્ષ વાવો અભિયાન શરૂ કરવામાં આવશે
હાલમાં ચાલતાં ઉનાળામાં પડતી કાળ ઝાળ ગરમી ના કારણે તાપમાન નો પારો સતતઊંચે રહેવા પામે છે ત્યારે આ સમસ્યાનુંસમાધાન એટલે કે વધુ માં વધુ વૃક્ષો વાવવાની અત્યંત જરૂરિયાત છે.આ કામ માત્રસરકારી રાહે થશે એની રાહ જોવા નાં બદલે સ્વૈચ્છિક સંસ્થા અને વ્યક્તિગત રીતે પણ કરી શકાય તેમ છે.
આ જ સંદર્ભે અને ગ્લોબલ વોર્મિંગનાસમયમાં વધુંને વધું વૃક્ષોની વાવણીની જરૂરિયાતના ભાગ રૂપે સોનગઢ તાલુકાના કાવલા ગામના જંગલો તથા આસ પાસના જંગલ વિસ્તારમાં બીજ વાવેતર અભિયાનહાથ ધરવામાં આવ્યું હતું. ગામના વતનીઅને પર્યાવરણ પ્રેમી વિજેશભાઈ ગામીતનાપ્રયત્નોથી સ્થાનિક યુવકો પણ પર્યાવરણબાબતે સભાન બની રહ્યાં છે અને પર્યાવરણબચાવવાના સેવા કાર્ય માં જોડાઈ રહ્યા છે.ગત રોજે સ્થાનિક યુવકોએ પર્યાવરણનાજતન અને સંવર્ધન માટે નૈતિક જવાબદારીનિભાવી નજીકના જંગલ વિસ્તારમાં વિવિધપ્રકાર ના ફળ- ફળાદીના બીજ વાવેતર કર્યાહતાં. આ યુવકો એ હાલ જંગલમાં જાંબુ,ખાટી આમલી, બહેડાં, આમળાં,ભાંગરો,ગોરસ આંબલી અને મહુડા વગેરેવૃક્ષોના બીજનું વાવેતર કર્યું હતું અનેઆગામી ચોમાસામાં મોટાં પ્રમાણમાં વૃક્ષવાવો અભિયાન શરૂ કરવાનું નક્કી થયું હતું.


.png)