ગુજરાતમાં ફરી એક વાર આગ સાથે લોકો પર ઘાત સામે આવી છે. આજથી 5 વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એક સાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નિપજ્યા છે, ત્યારે આજે ફરી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગે તક્ષશિલા અગ્નિકાંડની યાદગીરી તાજી કરી છે. રાજકોટના TRP ગેમઝોનમાં ગેમ ઝોનમાં 24 લોકો બળબળતી આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નીપજ્યા છે. તક્ષશિલા અગ્નિ કાંડમાં પણ ક્લાસીસમાં મૂકવામાં આવેલા રબરના ટાયરોના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. તેમજ રાજકોટના ગેમ ઝોનમાં પણ મોટાભાગની વસ્તુઓ રબરની હોવાથી આગે વિકરણ રૂપ ધારણ કર્યું હોવાની શક્યતા છે.
- ગેમઝોનમાંથી કોથળામાં ભરી મૃતદેહોને બહાર કઢાયા
રાજકોટની કાલાવડ રોડ પરના સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં સાંજે આગ ભભૂકી હતી. જેમાં 24થી વધારે માસૂમોના કમકમાટીભર્યા મોત થયા હતા. મોતનો આંકડો વધી રહ્યો છે અને ગેમઝોન વિસ્તારમાં પરિજનો આક્રંદ કરી રહ્યા છે, ત્યારે ભયાવહ દૃશ્યો જોવા મળ્યા હતા. લાક્ષાગૃહ બનેલા ગેમઝોનમાંથી મૃતદેહોને કોથળા ભરીને ફાયરની ટીમ બહાર કાઢી રહી હતી. આગની ભયાનક તેના ધૂમાડા ગોટેગોટા 5 કિમી દૂર દેખાયા તેના પરથી માલૂમ પડે છે.


.png)