નવસારી જલાલપોર તાલુકાના ચીજગામથી પનારને જોડતા માર્ગને નવિનીકરણની જરૂર

0
નવસારી જલાલપોર તાલુકાના ચીજગામથી પનારને જોડતા માર્ગમાં હાલ સમારકામની તાતિ જરૂરિયાત વર્તાઈ રહી છે. આ માર્ગ બન્યાને ઘણો સમય થયો હોય હાલ રીપેચવર્ક કરાઈ તેવી લોકમાગ ઉઠી છે. આ માર્ગ આગળ કૃષ્ણપુર સહિતના ગામોને જોડતો હોય અહીં રોજિંદા ધોરણે મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર રહે છે. રોજિંદા ધોરણે વાહન ચાલકો આ માર્ગ પરથી પસાર થતા હોય આ માર્ગ માં જરૂરી રીપેચવર્ક અથવા નવિનીકરણ થાય તેવી જરૂરિયાત હાલ દેખાઈ રહી છે.
વહીવટી તંત્ર દ્વારા આ બાબતે જરૂરી કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. કૃષ્ણપુર, પનાર સહિતના ગામો અબ્રામા નવસારી આવવા આ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. આ માર્ગનું અવરજવર માટે અંતર ઓછું હોય પ્રાથમિકતાના ધોરણે આ માર્ગનો વપરાશ થતો હોય છે ત્યારે લોકોને પડતી હલાકીમાં રાહત મળે તે માટે માર્ગના નવિનીકરણ કે રીપેચવર્ક કામગીરી આવનારા સમયમાં કરવામાં આવે તે જરૂરી બન્યું છે. નવસારીમાં માર્ગ મકાન વિભાગ દ્વારા ચીજગામથી પનારને જોડતા માર્ગનું નવિનીકરણ કરી સ્થાનિકોની સુવિધામાં વધારો કરે તે માટે લોકોએ અપીલ કરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top