ગરમીથી દૈનિક વીજ વપરાશ રૂ.15થી વધી 20 કરોડ થયો, ઓવરલોડ થતાં 50 જમ્પર ફેલ, રોજ 2થી4 કલાક પાવરકટ

0
છેલ્લાં 30 દિવસથી શહેરમાં આકરી ગરમી પડી રહી છે, જેના કારણે દૈનિક વીજ વપરાશ 15 કરોડ રૂપિયાથી વધીને 20 કરોડ થઈ ગયો છે, જેથી ઓવરલોડ થતાં વીજકંપનીના 50 જમ્પરો ફેલ થતાં રોજ 2થી4 કલાક સુધી પાવરકટની સમસ્યા સર્જાઈ રહી છે. મંગળવારે રાત્રે 11 વાગ્યાના અરસામાં પણ આ રીતે પાવર ફેલ થતાં પાલનપોર, મોરાભાગળ, જહાંગીરપુરા, ગૌરવપથમાં સહિતના વિસ્તારોનાં 1 લાખ ઘરોમાં ચારેક કલાક સુધી વીજળી ડૂલ થઈ ગઈ હતી.
શહેરમાં એપ્રિલ અને મે મહિનામાં ગરમીનો પારો વધુ રહેતાં ઘરો, ઓફિસોમાં ખાસ કરીને એસીનો ઉપયોગ વધી ગયો છે, જેને કારણે પાવર લાઇન પર ઓવરલોડ પડી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી જેટોકીની 66 KV અને ડીજીવીસીએલની 11 KVની લાઈનોમાં ઓલરલોડને કારણે સિસ્ટમ ખોરવાઈ રહી છે. આ દરમિયાન અમુક ડિવિઝન અને સબડિવિઝનમાં જંમ્પરો પણ ફેલ થઈ રહ્યાં છે. વીજનેટવર્કને મજબૂત કરવાના પ્લાનિંગના અભાવે છાશવારે આવી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

આ વિસ્તારોમાં જમ્પરની સમસ્યા વધુ

પાવરલોડની સમસ્યાને કારણે જમ્પરો ફેઈલ થવાની ઘટનાઓ વધી ગઈ છે. છેલ્લા 30 દિવસમાં 50 વખત જમ્પર ફેઈલ થતાં પાલ, પાલનપોર, અડાજણ, વેસુ, રાંદેર, કતારગામ, પુણા, ડિંડોલી, સરથાણા, પરવત પાટિયા, અમરોલી, છાપરાભાઠા સહિતના વિસ્તારોમાં પાવર કાપની અસર વર્તાઈ હતી.

જમ્પરથી બે લાઈનને જોડવામાં આવે છે

બે વાયરોને જોડવા માટે ખાસ કરીને જંમ્પરનો ઉપયોગ થાય છે. સાદી રીતે કહીએ તો, બે વાયરને જોડવા માટે જંપરો કન્ટેટરનું કામ કરે છે. સામાન્ય રીતે દર 10 થાંભલાની વચ્ચે 1 જંમ્પરનો ઉપયોગ કરવામાં આવે છે. 66 કેવી લાઈનમાં અને 11 કેવી લાઈનમાં અલગ અલગ સાઈઝના જંમ્પરો લગાવાયા હોય છે.

છેલ્લા 21 દિવસમાં સુરતમાં આ રીતે થયો વીજળીનો વપરાશ
મંગળવારે રાત્રે જેટકોની 66 કેવીની લાઈનમાં ઓવરલોડ થઈ બે ડિવિઝનના જંમ્પર ફેઈલ થતાં પાલનપુર, મોરાભાગળ, જહાંગીરપુરા, ગૌરવ પથ સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. રાત્રે 11 વાગ્યાની આસપાસ પાવર કટ થઈ ગયો હતો. દોઢેક કલાક થવા છતાં પાવર નહીં આવતા લોકોએ પાલનપુર પાટિયા ખાતે આવેલી ડીજીવીસીએલની ઓફિસ પર જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. રાત્રે ડીજીવીસીએલની ઓફિસ પર માત્ર 2 જ કર્મચારીઓ હતા. લોકોના હોબાળાથી ડરીને બંને કર્મચારીઓ થોડા સમય માટે ડીજીવીસીએલની ઓફિસ પરથી છૂ થઈ ગયા હતા. જંમ્પરની મરામત કરવામાં 3થી 4 કલાક જેટલો સમય લાગી ગયો હતો, જેના કારણે અસહ્ય બફારા વચ્ચે અડાજણ, મોરાભાગળ, જહાંગીરપુરા સહિતના 1 લાખ ઘરોમાં વીજળીની સમસ્યા ઊભી થઈ હતી.

હવે 1400 કરોડના ખર્ચે 4 હજાર કિમી કોટેડ વાયર નંખાશે
ડીજીવીસીએલના અધિકારીએ કહ્યું કે, લોડ વધતાં સમસ્યા વધી છે. કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પાવર નેટવર્કને મજબૂત બનાવાઈ રહ્યું છે. 1400 કરોડના ખર્ચે સુરત, વલસાડ, ભરૂચ, નવસારીમાં 2100 કિમીના વાયરો અંડર ગ્રાઉન્ડ કરાશે. નર્મદા ડાંગ સહિત 7 શહેરો મળી 4 હજાર કિમી કેબલને બદલીને કવર્ડ વાયર નંખાશે, જેથી બે વાયર ભેગા થવાની, ઓવરલોડની સમસ્યા નહીં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top