IPL 2024 : રાજસ્થાન એલિમિનેટર જીત્યું,17 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહેલી RCB ટુર્નામેન્ટમાંથી બહાર

0
IPL એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ (RR)એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 4 વિકેટથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી લીધી છે. રાજસ્થાન હવે ક્વોલિફાયર-2માં 24 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ ચેન્નઈમાં રમાશે.

અમદાવાદમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેંગલુરુએ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવ્યા હતા. રાજસ્થાને 19 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. રોવમેન પોવેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.

રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 36 રન બનાવીને આઉટ થયો હતો અને શિમરોન હેટમાયર 26 રન બનાવીને આઉટ થયો હતો. કેમરૂન ગ્રીન, કર્ણ શર્મા અને લોકી ફર્ગ્યુસનને એક-એક વિકેટ મળી હતી.
RCB તરફથી રજત પાટીદારે 34 અને વિરાટ કોહલીએ 33 રન બનાવ્યા હતા. કોહલીએ IPLમાં 8 હજાર રન પૂરા કર્યા છે. તે લીગનો ટોપ સ્કોરર છે. આવેશ ખાને 3 વિકેટ લીધી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top