સોનગઢના દુમદા ગામની સીમમાં ચેકડેમ માત્ર બનાવવા ખાતર જ બનાવાયો

0
સોનગઢના દુમદા ગામની સીમમાં બેડવાણ રોડ પર આવેલ એક કોતર પર વરસાદી પાણીના સંગ્રહ અર્થે એક ચેકડેમ બનાવવામાં આવ્યો હતો પરંતુ ચેકડેમ હાલ તૂટી ને પડ્યો હોય ડેમ બનાવવા પાછળનો આશય હાલ સફળ થયો નથી.



સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ કોતરો અને નદી પર સરકાર ની વિવિધ યોજનાના માધ્યમથી ચેકડેમો બનાવવામાં આવેલ છે. વહી જતું વરસાદી પાણી તેમાં સંગ્રહ થાય અને એ સિંચાઈ માટે ઉપયોગી બને અને જમીનમાં રહેલ પાણી ના સ્તર ઊંચા આવે. આવો જ એક ચેકડેમ સોનગઢના દુમદા ગામની સીમમાં બેડવાણ રોડ પર આવેલ છે. આ ચેકડેમની આસપાસની માટીની દીવાલ તૂટી ગઈ છે અને પાકા ચણતરમાં પણ ઘણા સ્થળે ગાબડાં પડી ગયાં છે આ કારણે ચોમાસાના સમયમાં એમાં પાણીનો સંગ્રહ થતો નથી. આમ આ ચેકડેમ માત્ર બનાવવા ખાતર જ બનાવાયો હતો એવું સ્થળ પર જોવા મળ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top