લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આજે નર્મદા જિલ્લામાં ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક માટે મતદાન થવાનું છે, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીની સ્થિતિને ધ્યાને રાખીને સવારના સમયે જ નાગરિકો મતદાન કરી લે એ માટે પણ અપીલ છે. આ ઉપરાંત હિટવેટ સામે ઓરઆરએસ, પાણી-છાંયડો, આરોગ્ય કાર્યકરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
મતદાનનો સમય
ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-2024 માટે મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી નક્કી કરવામાં આવ્યો છે. તે મુજબ નર્મદા જિલ્લામાં આજે મતદાન પ્રક્રિયા યોજાશે.


.png)