પરષોતમ રૂપાલાની ટિપ્પણીને લઈને સ્વમાનના મુદ્દે ક્ષત્રિયો રસ્તા પર ઉતર્યા છે. અત્યાર સુધીના આંદોલનમાં એવુ જોવા મળ્યું છે કે, ક્ષત્રિયોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. ક્ષત્રિયોના શાણપણને કારણે ભાજપ પણ અચાવક બન્યુ છે. એટલું જ નહીં, ભાજપ સ્ટાઈલથી બુથ મેનેજમેન્ટ ગોઠવતાં ભાજપ ચોંકી ઉઠ્યું છે.
ક્ષત્રિયોએ કેસરી સાફા સાડી પહેરીને મતદાન કરવા અપીલ કરી
ક્ષત્રિયોએ કેસરી સાફા સાડી પહેરીને મતદાન કરવા અપીલ કરી છે. ક્ષત્રિય પ્રભુત્વ વિસ્તારોમાં સંવેદનશીલ મતદાન કેન્દ્ર જાહેર કરાયા છે પણ મતદાન કેન્દ્ર પર કોઈ ધાંધલ ધમાલ નહી કરવા ક્ષત્રિય સંકલ સમિતિએ ખાસ સૂચના આપી છે. આમ, ક્ષત્રિયોએ શિસ્તબદ્ધ રીતે આંદોલન કર્યું છે સાથે સાથે આ જ સ્ટાઈલથી મતદાન કરવા આયોજન કર્યું છે જેથી ભાજપના નેતાઓ 'ચિંતાતુર બન્યા છે.

.jpeg)

.png)