ડોલવણમાં બિન આદિવાસીઓની દુકાનો બંધ રાખવા બાબતે ફરી મામલો ગરમાતા 1ને જાહેરમાં માર મરાયો

0

ડોલવણ ખાતે આવેલ તમામ બિન આદિવાસીઓની દુકાન બંધ રાખવા અંગે ડોલવણ પોલીસ મથકે અરજી બાદ, દુકાન બંધ કરાવે અને કોઈ ઘટના બને તો તેની જવાબદારી જે તે વ્યક્તિની રહેશે એવું ડોલવણ સરપંચ એ જણાવ્યું હતું. ત્યારે મામલો વધુ વણસતા ગ્રામ પંચાયત કચેરી સામે જ ટોળાં દ્વારા પોલીસને સામે જ એક વ્યક્તિને માર મારવામાં આવેલ હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને 3 મહિલા સહિત કુલ 7 વ્યક્તિઓની સામે ગુનો નોંધાયો હતો. ડોલવણ ચાર રસ્તા ખાતે પરપ્રાંતિય યુવક દ્વારા આદિવાસી યુવક અંકુર ચૌધરીની હત્યા કરવામાં આવી હતી. ત્યારથી સ્થાનિકોમાં પરપ્રાંતીયો સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. જે બાદ સ્થાનિકોએ સરપંચને આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં પર પ્રાંતીઓને રહેઠાણના દાખલા આપવામાં ન આવે, પરપ્રાંતીઓના રહેઠાણના દાખલા છ મહિનાની અંદર નાબૂદ કરવામાં આવે તથા પરપ્રાંતીય ભાડુઆત તરીકે રહી શકે પરંતુ કાયમી ધોરણે રહેવા માટે પંચાયત તરફથી મંજૂરી મળશે નહીં તથા ધંધા અર્થે આવેલા હોય તેવા પર પ્રાંતીઓએ રાજકીય રીતે કોઈપણ પ્રકારની દખલગીરી કરવી નહીં તથા ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં મુવમેન્ટ રજીસ્ટર બનાવવું તેમજ દર વર્ષે 13મી માર્ચના રોજ અંકુર કુમારની યાદમાં સમસ્ત ડોલવણ ગામ બંધ રાખીને શોક મનાવશે એવી માંગણીઓ કરવામાં આવી હતી અને આ અંગેનો ઠરાવ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આવેદનપત્ર આપ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.પરંતુ તા.22/05/2024 ના રોજ જમીન માલ મિલકત છીનવી લેવા કાવતરુ ઘડી આદિવાસીની હત્યા કરવામાં આવેલ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.તેમજ હત્યારા દિસિલ રાજુ ખટિક તથા ખૂની હત્યારાના કસુરવારોને જાહેરમાં ફાસી આપવામાં ન આવે ત્યા સુધી બિનઆદીવાસીની તમામ પ્રકારની દુકાનો બંધ રહેશે તેવો નિર્ણય આદિવાસી સમાજ દ્વારા લેવામાં આવ્યો હતો. ડોલવણ પોલીસ મથકે આ અંગે અરજી કરવામાં આવી હતી.

યોગ્ય કારણ વિના ડોલવણ બંધ નહીં રહે :
સરપંચ બિન આદિવાસીની તમામ પ્રકારની બંધ રાખવા બાબતે કરાયેલી અરજીની જાણ સરપંચને થતા ગ્રામ પંચાયત વતી સરપંચે પોતાના લેટર પેડ પર લખી જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયત કે સરપંચની જાણ કર્યા વિના ડોલવણ બંધ પાળવામાં આવે તે કોઈપણ રીતે શક્ય ન બને અને તેનો યોગ્ય કારણ પણ જણાવવામાં આવેલ નથી. જેથી કરીને જે વ્યક્તિ દુકાન કે ડોલવણ બંધ કરાવશે અને નાની મોટી દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે. આ રીતે ગ્રામ પંચાયત વતી સરપંચ દ્વારા ડોલવણ પોલીસને લેખિતમાં જાણ કરવામાં આવી હતી.

ગ્રામ પંચાયતના ગેટ પાસે જ બની ઘટના સરપંચના નિવેદન આપવામાં આવતા લોકોનું એક ટોળું ગ્રામ પંચાયત પહોંચ્યું હતું. ત્યારે ફરિયાદી અજીતભાઈ માધુભાઈ ચૌધરી ગ્રામ પંચાયતના ગેટ પાસે ઉભા હતા ત્યારે આશાબેન મહેશભાઈ ચૌધરી કહેવા લાગેલ કે તમે લોકોએ જ પરપ્રાંતિયોના કહેવાથી મારા છોકરા અંકુરનું મર્ડર કરાવેલ છે, તેવા આક્ષેપો કરી અજીતભાઈ ચૌધરીને આશાબેને ચંપલથી ગાલ પર મારેલ હતું અને ત્યારબાદ મહેશભાઈ ઠાકોરભાઈ ચૌધરી અને તેની પુત્રી આકૃતિબેન મહેશભાઈ ચૌધરી ફરીયાદી ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગે અને ત્યારબાદ સંદીપભાઈ બાબુભાઈ ચૌધરી તથા જીગ્નેશભાઈ અરવિંદભાઈ ચૌધરી તથા અલ્પેશભાઈ અનિલભાઈ ચૌધરી અને સોનલબેન અરવિંદભાઈની પુત્રી અને અન્ય લોકોએ એક સંપ થઈ ફરિયાદી સાથે ઝપાઝપી કરી ગાળો આપી ધક્કો મારે નીચે પાડી દઈ, સંદીપભાઈએ ફરીયાદીને ડાબા પગમાં ઘૂંટણના નીચેના ભાગે લાત મારતા ફરિયાદીના પગમાં ફેક્ચર કરી અને સોનલબેનનાઓ તેમના હાથમાંથી ઝુંટવી રોડ ઉપર ફેંકી દઈ નુકસાન કરેલ હોય આરોપીઓ એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કર્યા હોવાની ફરિયાદ અજીતભાઈ માધુભાઈ ચૌધરીએ ફરિયાદ કરી છે. તો બીજી તરફ સામાપક્ષે પણ ફરિયાદ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top