નવસારીના બે કોંગ્રેસી આગેવાનો સહિત તેના 200 ટેકેદારો ભાજપમાં જોડાયા

0
લોકસભા ચૂંટણીને માત્ર એક દિવસની વાર છે ત્યારે નવસારી શહેર કોંગ્રેસને ફટકો પડ્યો છે. ભૂતકાળમાં નવસારી-વિજલપોર પાલિકાની ચૂંટણી લડી ચૂકેલા બે આગેવાનો સહિત 200 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ આજે કેસરિયા કર્યા હતા.



ચૂંટણીટાણે પક્ષપલટાની પ્રવૃત્તિને વેગ મળે છે ત્યારે ફરી વાર નવસારી શહેર કોંગ્રેસમાંથી બે કાર્યકરની આગેવાનીમાં 200 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.ગત નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણી લડનારા કોંગ્રેસના બે ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ અને નવસારી લોકસભાના પ્રભારી અશોક ધોરાજીયાની હાજરીમાં વોર્ડ નં.2માંથી કેતનાબેન ભંડેરી અને વોર્ડ નં.6માંથી કૌશલ શાહ સહિત 200 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top