આવતીકાલે લોકસભાના ચૂંટણીની ત્રીજા તબક્કાનો મતદાન થશે. જેમાં 23 બારડોલી લોકસભા બેઠક માટે જિલ્લા વહીવટી તંત્રએ સજ્જ થઈ કામગીરીમાં જોતરાયું ગયું હતું. તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
- બારડોલી લોકસભા બેઠક પર કુલ 20,48,408 મતદાર નોંધાયા છે.
- પુરુષ મતદારોની સંખ્યા 10,41,126 જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા10,07,263 છે.
- બારડોલી લોકસભા બેઠક પર કુલ 2180 બુથ ઉપર મતદાન યોજાશે.
- કુલ 12,700 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે.
23 બારડોલી લોકસભામાં બેઠક માટે આવતીકાલે મતદાન યોજાવા જઈ રહ્યું છે. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. આ વખતની ચૂંટણીની વાત કરીએ તો બારડોલી લોકસભા બેઠક પર કુલ 20,48,408 મતદાર નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 10,41,126 જ્યારે સ્ત્રી મતદારોની સંખ્યા10,07,263 છે.
બારડોલી લોકસભા બેઠક પર કુલ 2180 બુથ ઉપર મતદાન યોજાશે. જેમાં કુલ 12,700 જેટલા કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં જોડાશે. બારડોલી લોકસભા બેઠકમાં સુરતની પાંચ વિધાનસભા તેમજ તાપી જિલ્લાની બે વિધાનસભાનો સમાવેશ થાય છે. બીજીતરફ સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. સાથે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આવતીકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું થશે. મતદાનને લઈને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે ત્યારે, બારડોલી લોકસભા બેઠક પર 2180 બુથો પર મતદાન થશે. જેમાં 23 બારડોલી લોકસભા બેઠકમાં કુલ સાત વિધાનસભા મળી 20 લાખથી વધુ મતદારો નોંધાયા છે. આ લોકસભા ચૂંટણી પ્રક્રિયામાં કુલ 12,700 કર્મચારીઓ ખડેપગે રહી મતદાન કરાવશે.
23 બારડોલી લોકસભા બેઠકમાં સુરતની પાંચ અને તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેને લઈને ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે તૈનાત થઈ ગયા છે. ત્યારે મતદાન મથકો પર હિટવેવથી બચવા માટે કુલર પાણી તેમજ હેલ્થ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ છે. તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા માટે વિકલાંગો માટે મતદાન મત કરવા માટે સક્ષમ રથની પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.


.png)