બારડોલી લોકસભા બેઠકમાં 12 દિવસમાં ભાજપના ઉમેદવારે 11,32,612 અને કોંગ્રેસના ઉમેદવારે 13,41,591 રૂપિયા વધુનો ખર્ચ કર્યો

0
23 બારડોલી લોકસભા બેઠક પર આગામી 7 મેના રોજ મતદાન થનારું છે. જેને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પુર જોરમાં હાથ ધરી રહ્યા છે.તેવા સમયે તેઓ દ્વારા કરાતા ચૂંટણી માટેના ખર્ચ હિસાબ વહીવટી તંત્રની રજૂ કરવો પડે છે. બારડોલી લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવારે 11,32,612 અને કોંગ્રેસના ઉમેદવારે 13,41,591 રૂપિયા જ્યારે બસપાના ઉમેદવારે 19089નો ખર્ચ ઉમેદવારી ભર્યાના દિવસથી 27/4/24 સુધીનો દર્શાવ્યો હતો.




હાલ યોજનારી લોકસભાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારો માટે 95 લાખનો ચૂંટણી ખર્ચ નિયત કરાયો છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી લડતાં તમામ ઉમેદવારો કેટલો ખર્ચ કરે તેની ઉપર નજર રાખવા માટે સ્પેશિયલ ટીમો બનાવી છે અને વિડીયોગ્રાફી પણ કરાય છે. બારડોલી લોકસભા બેઠકમાં હાલ ત્રણ ઉમેદવારો ચૂંટણી લડવાના હોય જેને લઈને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલુ કરી દીધો છે.

ચૂંટણી પંચની ટીમે ભાજપ, કોંગ્રેસ અને બસપાના ઉમેદવારો દ્વારા યોજાતી રેલી સભા બેનરો તેમજ અન્ય કામગીરી પર નજર રાખી તેનો ખર્ચનો અંદાજ કઢાઈ રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા દરેક વસ્તુઓના દર નક્કી કરાયા છે. 12 દિવસ દરમિયાન કોંગ્રેસ દ્વારા 13,41,591 રૂપિયા ખર્ચ કર્યો હતો જ્યારે 11 દિવસ દરમિયાન ભાજપ દ્વારા 11,32, 612 રૂપિયા ખર્ચ કર્યો હતો જ્યારે આઠ દિવસ દરમિયાન બીએસપીના દ્વારા 19,089 રૂપિયા ખર્ચ કરાયા હોવાનું ચૂંટણી ખર્ચ સંબધિત વિભાગ માં નોંધાવ્યો હતો.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ બાર દિવસના ચૂંટણી પ્રચાર દરમિયાન 24.70 લાખ ના ખર્ચા કર્યા છે.મોટાભાગનો ખર્ચો ઉમેદવારી ભરવાના દિવસે, મંડપ, કેટરિંગ, રેલી, નાસ્તા, વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે કર્યો હતો. હજી આગામી 4/5/24 ના રોજ ફરી ઉમેદવારોએ ખર્ચાની વિગતો ચૂંટણી પંચમાં દર્શાવવી પડશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top