પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામે આવેલ રાજમંદિર સોસાયટીમાં રહેતી 23 વર્ષીય પરણીતાનો પતિ સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થતા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.મૂળ બિહારના જહાનાબાદ જિલ્લાના સેવાસદન ગામના અને હાલ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તાંતીથૈયામાં આવેલ રાજમંદિર સોસાયટીમાં રહેતા રણજીત કુમાર રમબાળક સિંગ નાઓ તેમની પત્ની સુનીતા કુમારી ઉ.વ. 23 સાથે રહેતા હતા ગત 30 એપ્રિલના રોજ સુનીતા અને રણજીત વચ્ચે રસોઈ બનાવવા બાબતે ઝગડો થતા પોતાના ઘરમાં રૂમના લગાવેલ પંખાની હુક સાથે ગળે ઓઢણી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
બનાવ અંગે કડોદરા પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી સુનીતા કુમારીને એક વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું હતુ અને અઢી વર્ષ અગાઉ લગ્ન થયા હતા બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ બારડોલી ડી.વાઈ. એ.પી.એચ.એલ.રાઠોડ કરી રહ્યા છે.



.png)