Tapi: લક્કડકોટ ગામે બિયર બારમાંથી ત્રણ બાટલી બિયર સાથે નશા યુક્ત કાર હંકારતા ચાલક સહિત ચાર પકડાયાં

Study Material
0
સોનગઢ નજીક આવેલા મહારાષ્ટ્રના લક્કડકોટ ગામે બિયર બારમાંથી ત્રણ બાટલી બિયર સાથે લાવી નશા યુક્ત હાલતમાં કાર હંકારતા ચાલક સહિત ચાર પકડાયાં હતા અને તેઓ સામે ગુનો દાખલ થયો હતો.



હાલ ચૂંટણી હોય પોલીસ વિભાગ દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય ને જોડતી સરહદ પર વાહન ચેકિંગ મોટા પ્રમાણ માં થઈ રહ્યું છે.બુધવારે રાત્રે સોનગઢ લક્કડકોટ રોડ પર થી પસાર થતી એક કાર નંબર GJ-05-CW-7079 ને અટકાવી પોલીસ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતાં કાર ચાલક અને તેની સાથે ના અન્ય ત્રણ નશામાં હોવા નું બહાર આવ્યું હતું અને કારની તલાશી લેતાં ડ્રાઈવરની સીટ નીચેથી 650 મિલિ લિટરની ત્રણ બોટલ મળી હતી. કાર સવાર લોકો પાસે પાસ કે પરમિટ માંગતા તે ન હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર ના ચાલક હાર્દિક એ મહેતા રહે અડાજણ સુરત પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ માંગતા એ પણ તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું.આ બનાવ માં પોલીસે કાર અને બિયર ની બોટલો મળી કુલ રૂ.400600 નો મુદ્દામાલ સીઝ કરી કાર ચાલક હાર્દિક એ મહેતા ,ચંદ્રેશ ડી પટેલ, રોકી એમ સેવાળીયા તમામ રહે.અડાજણ સુરત અને વિકી વી બારૈયા રહે.પાલનપુર પાટિયા સુરતની અટક કરી ગુનો દાખલ કર્યો હતો. આ ચાર સુરતી નબીરાને સામી ચૂંટણીએ લક્કડકોટ ફરવા આવવાની મઝા મોંઘી પડી ગઈ છે અને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top