Tapi: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્ન પ્રસંગમાં વરરાજાએ મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો

0
તાપી જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગ તેમજ સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.


લોકશાહીના પર્વની ભવ્ય ઉજવણીમાં ઉત્સાહભેર ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના નાગરિકો પણ તૈયાર છે. ત્યારે તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી અંકિત આર. ચૌધરી સોનગઢ તાલુકાના ઝાડપાટી ગામના રહેવાસી છે. લગ્ન પ્રસંગમાં વરરાજા અંકિત ચૌધરીએ હલ્દી, સંગીત, તેમજ લગ્નના દિવસે મહેમાનો તેમજ ગ્રામજનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો. તાપી જિલ્લા ચૂંટણી તંત્રએ લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં મહેમાનોને મતદાન જાગૃતિનો સંદેશ પાઠવવાની અનોખી પહેલ બદલ અંકિત ચૌધરીના વિચારોને બિરદાવ્યા હતા.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top