સ્ટેજ પર અચાનક ઢળી પડ્યા નિતિન ગડકરી, યવતમાલમાં ભાષણ આપવા સમયે થયા બેભાન

0
મહારાષ્ટ્રના યવતમાલમાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી બેભાન થઈ ગયા હતા. શુગર લેવલ ઘટી જવાના કારણે તેમની તબિયત લથડી હતી. ભાષણ દરમિયાન ગડકરીને ચક્કર આવ્યા અને તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જોકે સ્ટેજ પર હાજર લોકો તાત્કાલિક તેમને ઉઠાવીને સારવાર માટે લઈ ગયા. હવે તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું.
 
 

પહેલા પણ ખરાબ થઈ ચૂકી છે તેમની તબિયત
આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં પણ મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ક્રાયક્રમ દરમિયાન તેઓ અચાનક સ્ટેજ પર બેભાન થઈ ગયા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના તત્કાલિન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ તેમની સાથે હાજર હતા. રાજ્યપાલે જ તેમને સ્ટેજ પર સંભાળ્યા હતા.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top