TAPI: ઉકાઈ ડેમના હાઈડ્રો પાવર સ્ટેશન પાસે દીપડો ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાંપાંજરા મુકાયા

0
સોનગઢ સોનગઢ તાલુકાના ઉકાઈ ડેમના હેઠવાસમાં આવેલ હાઈડ્રો પાવર સ્ટેશનની નજીક એક દીપડો ફરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં વન વિભાગે તકેદારીના ભાગરૂપે જે સ્થળે દીપડો દેખાયો તેની નજીક બે પાંજરાં ગોઠવી દીધાં છે. સોનગઢ તાલુકાના તાપી નદીના કિનારે આવેલ ગામડાં માં દીપડો અવાર નવાર નજરે પડતો હોય છે. ખાસ કરીને ગત થોડા સમય પહેલાં ઉકાઈના થર્મલ પાવર સ્ટેશનના કંપાઉન્ડની દીવાલ પાસે અને ગુણસદા ગામની આસપાસ પણ દીપડો દેખાયો હોવાનું નોંધાયું હતું. 



હાલમાં બળ બળતો ઉનાળો ચાલતો હોય દીપડા જેવા પશુઓ માટે જંગલ વિસ્તારમાં પીવાના પાણી બાબતે મુશ્કેલી પડતી હોય છે જેથી આવાં દીપડાઓ તાપી નદીના કિનારાના ભાગે આવી જતાં હોય છે. અહીં તેમને આસાનીથી પીવાનું પાણી મળી રહે છે એ સાથે જ તાપીની નજીક આવેલા જંગલમાંથી તેમને ખોરાક પણ મળી જતો હોય છે. તાજેતરમાં ઉકાઈ રોડ પર ના ગુણસદા ગામ પાસે એક ખેતરમાંથી કદાવર દીપડો પાંજરે પણ પુરાયો હતો. આ વાયરલ થયેલ વીડિયો ઉકાઈ ડેમની નજીકનો જ હોવાનું બહાર આવતાં ઉકાઈ હાઈડ્રો પર ફરજ બજાવતાં સ્ટાફ અને અન્ય રાહદારીઓમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું જેથી વન વિભાગે જ્યાં દીપડો દેખાયો હોવાના સ્થાન અને તેની અવર જવરની જગ્યાની ઓળખ કરી ત્યાં મારણ સાથેના બે પાંજરાં ગોઠવી દેવામાં આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top