રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે તાપી જિલ્લાના બે તાલુકા વ્યારા અને કુકરમુંડામાં એકા એક વાતાવરણમાં પલટો આવી જતા તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની સાથે જ સવારે વ્યારા અને કુકરમુંડામાં ત્રણ મી.મી પાણી વરસ્યું હતું.
બારડોલીમાં સવારે 11 વાગ્યાના અરસામાં વાદળો છવાયા હતા અને સામાન્ય છાંટા પડ્યા હતા. જોકે શહેર નજીકના બાબેનમાં ભારે ઝાપટું પડતાં રસ્તાઓ ભીના થયા હતા. આ માવઠાના પગલે સવારે ઠંડક થઇ હતી. જોકે બપોર બાદ અસહ્ય ઊકળાટનો સામનો લોકોએ કરવા પડ્યો હતો. તાપી જિલ્લામાં 16555 હેક્ટર ઉનાળુ પાકો ને લઈને કોઈ નુકસાન થયું ન હોવાનું કૃષિ તજજ્ઞોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ડોલવણમાં પણ ઝાપટું વરસ્યું હતું. તાપી જિલ્લામાં 16,555 હેક્ટર વાવેતર | 7 તાલુકા પૈકી કુલ 16,655 હેક્ટરમાં ડાંગર બાજરી મકાઈ મગફળી તલ અને શાકભાજી સહિતનું ઉનાળું વાવેતર કરાયું છે જેમાં ડોલવણમાં 2921 હેક્ટર, કૂકરમુંડામાં 477માં નિઝરમાં 510 હેક્ટર,સોનગઢમાં 345 હેક્ટર, ઉચ્છલમાં 2341 હેક્ટર, વ્યારામાં 2091 અને વાલોડ 4070 હેક્ટર પાકો નોંધાયા છે.



.png)