કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી ભાજપમાં જોડાશે. મંગળવારે સવારથી કુંભાણી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ ભાજપની સ્ક્રીપ્ટ પ્રમાણે તેમને ચૂંટણી પછી જ પક્ષમાં સામેલ કરાશે. ફોર્મ રદ થયા બાદ સુરતમાંથી ગાયબ થઈ ગયેલા નીલેશ કુંભાણી મુંબઈ પહોંચી ગયા હોવાનું આધારભૂત સૂત્રોનું કહેવું છે અને ચૂંટણી પછી જ તેમને સુરત આવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. તેમનું ઘર છેલ્લા બે દિવસથી બંધ છે. મંગળવારે સવારે સ્થાનિક લોકોએ તેમના ઘરે ‘કુંભાણી જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ હોવાનાં પોસ્ટરો પણ ચોંટાડી દીધાં હતાં. બીજી તરફ, કોંગ્રેસના પ્રવકતા નૈષધ દેસાઈએ કહ્યું હતું કે, ‘અમે નીલેશ કુંભાણીને શોધી રહ્યા છીએ. હવે તેઓ અમારા સંપર્કમાં રહ્યા નથી.
રવિવારથી નીલેશ કુંભાણીનો ફોન સતત સ્વિચઓફ છે
21મીએ ચુકાદા બાદથી હું કુંભાણીને મળ્યો નથી. ચુકાદો આવ્યા બાદ કુંભાણીએ અમદાવાદ જાઉં છું એમ કહ્યું હતું પરંતુ ત્યારથી તેમનો ફોન બંધ છે. આમ ટેકેદારો બાદ ઉમેદવાર પણ ગાયબ થઈ ગયાની અજાયબી સુરત કોંગ્રેસ સાથે થઈ છે. > ધનસુખ રાજપૂત, પ્રમુખ, શહેર કોંગ્રેસ

.png)