તાપી:છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી વ્યારાના ટીચકપુરા બાયપાસ ખાતેથી ધરપકડ

Study Material
0
તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે વ્યારા પોલીસ મથકમાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી અબ્દુલ કાદર અબ્દુલ હમીદ શેખ રહે,કઠોર કામરેજને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 3 કલાકની આસપાસ મળી હતી.




પોલીસ અધિક્ષકશ્રી, તાપીએ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, વ્યારા વિભાગ, વ્યારાને બાતમી મળેલ કે, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનાનો છેલ્લા ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી અબ્દુલ કાદર અબ્દુલ હમિદ શેખ રહે.કઠોર ગામ, તાયવાડ, તા.કામરેજ, જિ.સુરત વ્યારા ટીચકપુરા બાયપાસ ખાતે આવનાર છે.જે બાતમી આધારે આરોપીને પકડી પાડવા પોલીસ ઇન્સ્પેકટરશ્રી એન.એસ. ચૌહાણ વ્યારા પોલીસ સ્ટેશને કાર્યવાહી કરવા સુચના આપતા અ.પો.કો. વિક્રમભાઇ પ્રેમાભાઇ તથા અ.પો.કો. જીજ્ઞેશભાઇ ચંદુભાઇ તથા આ.પો.કો. સંજયભાઇ પ્રવિણભાઇને સંયુકત રીતે કામગીરી કરી, આરોપી અબ્દુલ કાદર અબ્દુલ હમિદ શેખને વ્યારા ટીચકપુરા બાયપાસ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top