ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મેદાનમાં ઉતરી ચૂક્યા છે. આગામી 4થી મેએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવવાનું છે, આ પહેલા હવે ગુજરાતમાં ભાજપ ઝંઝાવાતી પ્રચારમાં જોડાયું છે. તાજા રિપોર્ટ પ્રમાણે, આગામી 27મી એપ્રિલથી ભાજપના દિગ્ગજો ગુજરાતમાં ઠેર ઠરે સભાઓ ગજવશે.

ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર જીત મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપ હવે ગુજરાતમાં તાબડતોડ રેલીઓ કરીને ઝંઝાવતી પ્રચાર શરૂ કરવા જઇ રહ્યુ છે. તે અંતર્ગત ગુજરાતમાં ભાજપ આગામી 27મી એપ્રિલથી ઝંઝાવતી પ્રચારની શરૂઆત કરશે. ખાસ વાત છે કે, પીએન મોદી આગામી 1 અને 2 મેના રોજ ગુજરાતમાં સભા ગજવશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પીએમ મોદી સભા ગજવશે. આ ઉપરાંત અમિત શાહ 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તમામ ઝૉનમાં પ્રચંડ પ્રચાર કરશે. અમિત શાહ 27 એપ્રિલે બારડોલીથી પ્રચંડ પ્રચારની શરૂઆત કરશે. આ પછી સૌરાષ્ટ્ર-ઉત્તર, મધ્ય ગુજરાતમાં પણ અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ફરીથી તમામ બેઠકો પર પ્રવાસ કરશે.

.png)