Lok Sabha Election 2024:પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસના કયા ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા આવશે

Study Material
0
ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામી રહ્યો છે. વલસાડમાં ચૂંટણીના માહોલમાં ગરમાવો આવ્યો છે. તા. 27 ના રોજ કોંગ્રેસના અનંત પટેલ માટે ચૂંટણી પ્રચાર કરવા પ્રિયંકા ગાંધી આવશે. સવારે 10 કલાકે ધરમપુર ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં સમર્થકોને ભેગા કરવાની તૌયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




તારીખ 27 ના દીવ, દમણ અને દાદરા નગર હવેલીની લોકસભાની સીટ માટે નરેન્દ્ર મોદી દમણ ખાતે કોલેજ ગ્રાઉન્ડ પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 27મીના જ કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ધરમપુર ખાતે સભા કરશે.ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન ભાજપના મિશન સૌરાષ્ટ્ર અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સભાઓ ગજવશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 27 તારીખે જામકંડોરણામાં સભા ગજવશે. પોરબંદર લોકસભા વિસ્તારમાં જામકંડોરણા મતવિસ્તાર આવે છે, સભાને લઈ જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા અમિત શાહ 27 તારીખે આવી પહોંચશે. આ વિસ્તારમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે.જૂનાગઢમાં આગામી બીજી તારીખના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. પ્રધાનમંત્રી મોદી મહાનગરોમાં પ્રચંડ રોડ શો કરશે. મે મહિનાની શરૂઆતમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top