'ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાલી કરે નહીંતર..' ગુજરાતમાં અહીં ક્ષત્રિયોનું અલ્ટીમેટમ

0
સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજની વાડીમાં ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા લોકસભા મધ્યસ્થ કાર્યાલયને સત્વરે ખાલી કરી દેવા ક્ષત્રિય સમાજના યુવાનોએ ભાજપને અલ્ટીમેટમ આપ્યું છે. જો આમ નહીં થાય તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી આપવામાં આવી છે.



બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિગુભા ઝાલાએ રૂપાલા વિરોધમાં ચાલતા આંદોલનના સમર્થનમાં તેમજ સમાજને ટેકો આપવા માટે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળે છે . હાલ તો ભાજપના મધ્યસ્થ કાર્યાલયને ખાલી કરવાના અલ્ટીમેટમને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top