સુરતમાં રેલવેમાં નોકરી કરતા યુવકની નગ્ન હાલતમાં લાશ મળી, લોકોએ દરવાજો તોડીને બહાર કાઢ્યો; મોતનું રહસ્ય અકબંધ

0
સુરતના ડીડોલી વિસ્તારમાં આવેલા માનસી રેસિડેન્સીમાંથી એક યુવકનો મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. એકલા રહેતા યુવકના મોતને 24 કલાક વીતી ગયા બાદ આસપાસના લોકોને જાણ થતા દરવાજો તોડીને યુવકના મૃતદેહને બહાર કઢાયો હતો. હાલ ડિંડોલી પોલીસે આ અંગે તાત્કાલિક ધોરણે તપાસની કાર્યવાહી શરૂ કરી છે.




પંકજકુમાર છેલ્લા ઘણા સમયથી માનસી રેસિડેન્સી ખાતે એકલા રહેતા હતાં. માનસી રેસિડેન્સીના ફ્લેટ નંબર-410માંથી પંકજકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. આસપાસના લોકોએ દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા યુવક નગ્ન અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. શરીરના નીચેનો ભાગ બેડ પર હતો જ્યારે માથાનો ભાગ નીચે જમીન પર અથડાયેલી હાલતમાં હતો.

મોતને 24 કલાકથી વધુનો સમય વીત્યો
શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. આધેડ આશરે 24 કલાકથી વધુ સમય પહેલા મૃત પામેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલાની જાણ ડિંડોલી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરી છે.

આકસ્મિક સંજોગોમાં મોત થયાની આશંકા
યુવકના મોતને લઈને રહસ્ય સર્જાયું છે. જોકે, યુવક બેડ પર સૂવાની તૈયારી કરી રહ્યો હશે. નીચે બેડ હશે તેમ માનીને સુવા જતા તેનું માથું જમીન પર અથડાય જવાના કારણે તેનું મોત થયું હોવાની આશંકા સેવામાં આવી રહી છે. યુવકના શરીર પર બીજાના નિશાન નથી. જોકે માથાના ભાગે ઈજાના નિશાન છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top