નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના મળી હતી.આ સુચનાના પગલે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદા આર જી.ચૌધરીનાઓ મિલ્કત સબંધી ગુનાઓને ડીટેક્ટ કરવા સારૂ ખાનગી બાતમીદારો તથા વાહન ચેકીંગ દરમ્યાન ડીટેક્ટ કરવા એલ.સી.બી. ટીમોને સુચના કરી હતી. જે દરમ્યાન એલ.સી.બી.ની ટીમ ડેડીયાપાડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી બાતમીદારથી માહિતી મળેલી કે, નંદુરબારના સાગર હરીભાઇ ચૌહાણ પોતાના સાગરીતો મારફતે મહારાષ્ટ્રથી અલગ-અલગ જગ્યાએથી ચોરી કરીને લાવેલ મોટર સાઈકલો ડેડીયાપાડા પોલીસ વિસ્તારના માચ પાટીયા ખાતે વેચાણ કરવાના ઇરાદે આવતા હોવાની બાતમી મળેલી હતી.
જે આધારે એલ.સી.બી. ટીમ દ્વારા માય પાટીયા પાસે વોય તેમજ નાકાબંધીમાં હતા દરમ્યાન નંદુરબારના (1) સાગરભાઇ હરીભાઇ ચૌહન (2) રોહીતભાઇ વિષ્ણુભાઇ વલવી (3) પિકેશ વિજયભાઇ ગાવીત (4) નિર્જન જુગનુ ગાવીતને ઝડપી પાડી તેઓ પાસેની મોટર સાઈકલ બાબતેના સાધનિક કાગળોની પૂછપરછ કરતાં ગલ્લા-તલ્લા કરતા હતા અને સંતોષકારક જવાબ નહીં આપતા ન હતા. આ મોટર સાઈકલો આ તમામ ઇસમોએ પોતાના અંગત ફાયદા સારૂ છળકપટ અથવા ચોરીથી મેળવેલ હોવાનું જણાઇ આવ્યું હતું. આ લોકો પાસેથી કુલ-5 મોટર સાઈકલોની ઝડપીને આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પોલીસને સોંપી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.



.png)