દિલ્હીની કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં બંધ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની એક અરજી ફગાવી દીધી

0
દિલ્હીની કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં બંધ AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલની એક અરજી ફગાવી દીધી, જેમાં તેમણે અઠવાડિયામાં 5 વખત વકીલને મળવા માટે પરવાનગી માંગી હતી. નોંધનીય છે કે હાલ તેમને 2 વખત વકીલને મળવા માટે છૂટ આપવામાં આવી છે.



રૉઝ એવન્યુ કોર્ટનાં સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ ટિપ્પણીમાં કહ્યું કે, “કેજરીવાલ વકીલો સાથે કેસની વિગતોની ચર્ચા કરવાની જગ્યાએ પોતાને મળેલા સમયનો ઉપયોગ જળ મંત્રીને આદેશ આપવા માટે કરતા હતા.” કોર્ટે કહ્યું કે, કેજરીવાલ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે કે તેઓ તેમની લીગલ મીટિંગનો ઉપયોગ માત્ર કેસને લગતી ચર્ચા કરવામાં જ કરે છે.

“તપાસ એજન્સી દ્વારા જમા કરાવવામાં આવેલો સ્ટેટસ રિપોર્ટ જણાવે છે કે અરજદારે (કેજરીવાલ) લીગલ મીટિંગ દરમિયાન એક વકીલને જળ મંત્રીને આદેશ આપવા માટે અમુક સૂચનાઓ આપી હતી.” આગળ કહેવામાં આવ્યું કે, “જેનાથી સ્પષ્ટ છે કે અરજદાર અઠવાડિયામાં થતી તેમની બે લીગલ મીટિંગનો ઉપયોગ માત્ર કેસને લગતી વિગતોની ચર્ચા કરવાને બદલે અન્ય બાબતો માટે જ કરતા રહ્યા છે. આ બાબતોને જોતાં અરજી નામંજૂર કરવામાં આવે છે.”
સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીની ના પાડી

બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે તેમની ધરપકડને પડકારતી અરજી નામંજૂર કર્યા બાદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. પરંતુ ત્યાં તાત્કાલિક સુનાવણી કરવાની કોર્ટે ના પાડી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ કેજરીવાલની અરજી પર આજે સુનાવણી કરશે નહીં. ક્યારે કરશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

સુપ્રીમ કોર્ટમાં કેસ રજૂ કરીને કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ CJI ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ ઇમેઇલ કરે, જે પછી કોર્ટ વિચાર કરશે. તેમણે કહ્યું કે, “અમે બપોરે ઇમેઇલ ચેક કરીશું, પછી જ ખબર પડશે કે સુનાવણી માટે તેને ક્યારે સૂચિબદ્ધ કરવામાં આવે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top