બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી, ઉમેદવારી પત્ર ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

0
  • સિદ્ધાર્થ ચૌધરીએ ભગવાન બિરસા મુંડા પ્રતિમાને હારતોરા કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું
  • પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામીત તથા પ્રદેશ સહ પ્રભારી ઉષા નાયડુ સહિત બંને પક્ષનાં હોદ્દેદરો હજાર રહ્યા
  • લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
બારડોલી લોકસભાનાં વ્યારા વિસ્તારમાં ઇનિ્ડયા ગઠબંધનનું સ્નેહ મિલન મળ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન બાદ સિદ્ધાર્થ ચૌધરીએ ભગવાન બિરસા મુંડા પ્રતિમાને હારતોરા કરીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી, પુનાજી ગામીત તથા પ્રદેશ સહ પ્રભારી ઉષા નાયડુ સહિત બંને પક્ષનાં હોદ્દેદરો હજાર રહ્યા હતા.

સિદ્ધાર્થ ચૌધરીએ સભા દરમિયાન જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે અમે પ્રજા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ભાજપ સરકારનું એકધારું શાસન છે અને પ્રજા કંટાળી ચૂકી છે. આજે ગરીબી, મોંઘવારી, બેકારી, દેશમાં છવાઈ રહ્યી છે. જ્યારે શિક્ષણ અને આરોગ્યમાં પણ ઘણા પ્રશ્નો છે અને અનેક પ્રકારના પ્રશ્નોથી ઘેરાયેલી સરકાર છે. મને જનતાનો પૂરેપૂરો સાથ સહકાર અને વિશ્વાસ આપ્યો છે. ત્યારે આજે મેં મારી ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top