તાપી જીલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકાનાં ખોડતળાવ થી શિશોર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં

Study Material
0

તાપી જીલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકાનાં ખોડતળાવ  થી શિશોર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં.





વ્યારા તાલુકાના ઉંચામાળા ગામથી શિશોર, સોનગઢ તરફ જતા રસ્તા ઉપર આવેલ બેડકુવાદુર, ખોડતળાવ-શિશોર અને વેલઝર  ગામ સુધી  રસ્તાની હાલત બિસ્માર બની  છે. આ રસ્તા પર થઇ સારા એવાં પ્રમાણમાં વાહનોની સતત અવરજવર જોવા મળે છે. આ રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતાં જેથી ઘણે ઠેકાણે ખાડામાંથી રોડ શોધવું પડે એવી સ્થિતિ થઈ ગઈ હતી. કેટલાક સમયથી આ રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી જવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.




ઉંચામાળા ગામથી શિશોર, સોનગઢ તરફ જતા રસ્તા ઉપર આવેલ બેડકુવાદુર, ખોડતળાવ-શિશોર અને વેલઝર  સુધીનો રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીથી પ્રસાર થતાં વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. સરકાર દ્વારા રોડ,રસ્તા  રીપેર કરવા વર્ષે દહાડે લખો રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જોકે તે ગ્રાન્ટનો ઉપયોગ કાગળિયા પર બતાવી દેતાં હોવાનું ફલિત થઈ રહ્યું છે,અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે,  આ રોડ બદતર હાલતમાં જોવાં મળે છે. આટલી હદે રસ્તાઓની બિસ્માર હાલત હોવા છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું. નઘરોળ તંત્રના અધિકારીઓ સામે વહાનચલકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.




વ્યારા તાલુકાના ખોડતળાવ ગામે ઉંચામાળાથી જોડાતો માર્ગ પર અમુક જગ્યા પર ખાડીના પુલ બનાવવામાં આવ્યા છે. પરતું તંત્ર અને કોન્ટ્રકટરની બીનકાળજી ના લીધે પુલ બન્યાના થોડા સમયમાં સળિયા દેખવા લાગ્યા છે. પુલના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top