વાપીમાં જુગાર રમતા બે વેપારી સહિત 5 ઝડપાયા

0
વાપીના બલીઠા ખાતે એક ઢાબા બહાર જુગાર રમતા પાંચ આરોપીની ટાઉન પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી રોકડા અને મોબાઇલ મળી રૂ. 41,975નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને જોઇ ભાગી જનાર એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઇ છે.




વાપી ટાઉન પોલીસની ટીમ બુધવારે પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બલીઠા ખાતે આવેલ અમન ઢાબાના પાર્કિંગમાં રેઇડ કરતા કેટલાક ઇસમો ત્યાં હારજીતનો જુગાર રમતા નજરે ચઢ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તમામને કોર્ડન કરવા જતા એક ઇસમ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જ્યારે 5 ઇસમો ઝડપાઇ ગયા હતા. તેઓ પાસેથી રોકડા રૂ. 26,475 અને 4 ફોન કિં. રૂ. 15,500 મળી કુલ રૂ. 41,975નો મુદ્દામાલ કબજે લઇ પોલીસ રેઇડ જોઇ ફરાર આરોપી જયેશ પિપરીયાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઇ હતી.



આ આરોપી ઝબ્બે પોલીસે આરોપી સુરેશ પઠાઇ ભાનુશાલી ધંધો-વેપાર રહે. વાપી દેસાઇવાડ નીલકંઠ આશીર્વાદ એપાર્ટમેન્ટ, ચંપુ વલકુ દરબાર ધંધો-વેપાર રહે. છરવાડા ગણેશ નગર, રતિ કેસુ ગોસ્વામી રહે. બલીઠા, ગોવિંદ રાજા મેર રહે. બલીઠા અને જાવેદ બશીર ખાખુ રહે. બલીઠા ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top