આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેનને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે લાવવા તૈયારી કરી રહ્યું છે. આપના કેજરીવાલ સહિતના ટોચના નેતાઓ જેલમાં છે

અન્ય નેતાઓ દિલ્હીની પળોજણમાં ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે તેવી સંભાવના ઓછી છે ત્યારે બન્ને મહિલાઓને મતદારો સમક્ષ લઇ જવામાં આવશે. ઇન્ડિયા ગઠબંધનના નેજા નીચે કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓ પણ રાજ્યમાં પ્રચાર માટે આવે અને આપના ઉમેદવારો માટે પ્રચાર કરે તે માટે પક્ષ દ્વારા આયોજન કરાઇ રહ્યું છે. ‘INDIA’ ગઠબંધનની બેઠકો પર બંનેને પ્રચાર કરાવાશે તે પ્રકારની રણનીતિ હાલ ઘડાઈ રહી છે. ઈસુદાન ગઢવીએ આ માહિતી ભાવનગરમાં AAP ઉમેદવારના કાર્યાલયના ઉદઘાટન દરમિયાન આપી હતી. મહત્ત્વનું છે કે ED દ્વારા એક પછી એક બે અલગ રાજ્યના મુખ્યમંત્રી પર તવાઇ બોલાવવામાં આવી હતી. અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની અલગ અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, ત્યારે હવે ‘INDIA’ ગઠબંધન હેઠળ અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દા પર તેમની પત્નીઓ દ્વારા ગુજરાતમાં વાત કરવામાં આવશે. ચૂંટણી પ્રચારમાં આ બંને નેતાઓની ધરપકડનો મુદ્દો ગુંજી શકે છે.


.png)