Tapi: વ્યારા નગરના કેનાલ પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં એક મહિલા અને પુરૂષ કેનાલનાં પાણીમાં પડી ગયા

0
વ્યારા નગરના કેનાલ પાસે કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં એક મહિલા અને પુરૂષ કેનાલનાં પાણીમાં પડી ગયા હતા. જોકે, જાનહાનિ ન થતા વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.ઇજાગ્રસ્ત બાઇક સવારની ફરિયાદનાં આધારે પોલીસે કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.



વ્યારા નગરના પાનવાડી નજીક આવેલ કેનાલ પાસે તા.21/3/2024 નાં રોજ બપોરે આશરે 2.15 વાગ્યાના અરસામાં તપનકુમા૨ ભીખુભાઇ પટેલ(રહે. સુરત મગદલ્લા વી.આર.મોલ નજીક, પાદર સ્ટ્રીટ મહોલ્લો, સુરત)એ પોતાના કબ્જાની કાર નં. GJ-05-JE-9500 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા હોય અચાનક સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેમાં કાર કેનાલ રોડ તરફ એકદમ વાળી દેતા સામેથી આવતી મો.સા.નં. GJ-26-J-2474 અડફેટમાં આવી ગઈ હતી. જેમાં બાઇક ચાલક રાકેશભાઇ ચૌધરી અને એક મહિલા કેનાલના પાણીમાં પડી ગયા હતા. રાકેશભાઇ સોમાભાઇ ચૌધરી વ્યારા કોઇ કામ અર્થે આવી રહ્યા હતા. તે અરસામાં આ ઘટના બની હતી. આ અકસ્માતમાં રાકેશભાઇ ચૌધરી (ઉ.વ.39)(રહે.ડોલવણ ગામ, ગોડાઉન ફળિયુ, તા.ડોલવણ, જિ.તાપી)ને જમણા પગે નળાના ભાગે ફેકચર તથા શરીરે મુઢ ઇજા થતા તેમજ રીટાબેન ચૌધરી (રહે. કમલાપુરગામ, નદી ફળીયુ તા.ડોલવાણ જી.તાપી)ને ડાબા હાથમાં તથા બંને પગમાં મુઢ ઇજા થઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top