સોનગઢ વન વિભાગના મલંગદેવ રેંજ વિસ્તારમાં જંગલમાં આડેધડ સાગી વૃક્ષોનું છેદન છતાં સ્થાનિક વન વિભાગનો સ્ટાફ નિંદ્રાધિન છે. જંગલમાં રોપા રોપવામાં ગોબાચારી થઈ હોવા છતાં વહીવટીતંત્ર મૌન છે. બીજી તરફ કોતર પર બનાવેલા ચેકડેમમાં પણ ગોબાચારી થઈ હોવાનું જણાવ્યું હતું. પશુ પક્ષી માટે પાણીની સુવિધા માટે બનાવેલ વન તલાવડીઓની વ્યાખ્યા મુજબ ન હોવાનું સ્થાનિકોએ જણાવતા, આખર દિવ્ય ભાસ્કરે જંગલની મુલાકાત લેતા, વન વિભાગની બેદરકારી અને એજન્સીઓ કરેલ ભષ્ટ્રાચાર સામે આવ્યો હતો.
આ વિસ્તારની મુલાકાતમાં પ્રથમ જંગલોમાં સાગી વૃક્ષો કપાઈને સગેવગે થઈ ગયાં હોવાના અવશેષો જોવા મળ્યાં હતાં. મલંગદેવ રેંજમાં અંદાજિત 1 લાખ રોપાનું વાવેતર ઓછી ઊંડાઈ પર વાવેતર કરાયા બાબતે આરએફઓ માર્ટિના ગામિતે કહ્યું કે પથરાળ વિસ્તાર હશે તો ઊંડાઈ ઓછી હશે. જો કે સમતળ જમીન હોવા છતાં ઓછી ઊંડાઈ સાથે રોપવામાં આવતાં રોપા કેટલાં બચશે એ જોવું રહ્યું. મલંગદેવ રેંજમાં ઘણા સમયથી એક જ મહિલા રેંજર ફરજ બજાવતાં આવ્યાં છે, તેમની નિયમોનુસાર બદલી થતી નથી. સ્થાનિકોને આશ્ચર્ય છે. મહિલા રેંજરની ભૂતકાળમાં વ્યારા વન વિભાગના જ અન્ય રેંજમાં બદલી થઈ હોવાનું સાંભળવા મળ્યું છે પણ વગનો ઉપયોગ કરી બદલી રદ કરાવી ફરી મલંગદેવ રેંજમાં જ ગોઠવાઈ ગયાં છે.
ચિમેર કોતર પર ચેકડેમના નામે પથ્થર જ મલંગદેવ રેંજમાં ચિમેર પાસે ના કંપાર્ટમેન્ટની મુલાકાત લેતાં જંગલમાંથી વહેતા કોતર પર માત્ર પથ્થરો ગોઠવેલા જોવા મળ્યાં હતાં. સ્થાનિક રહીશના જણાવ્યાં મુજબ આ સ્થળે ચેકડેમ હતો, જે ધોવાઈ ગયો છે અને એ સ્થળે માત્ર પથ્થર જ રહી ગયા છે.


.png)