લોકસભા ચૂંટણીના પ્રથમ ચરણ પહેલાના મતદાન પહેલા જ ચૂંટણી પંચે અબજો રૂપિયાનો રેકોર્ડ સામાન જપ્ત કર્યો છે. જપ્ત કરવામાં આવેલા સામાનમાં રોકડની સાથે માદક દ્રવ્ય અને કિંમતી ધાતુઓ પણ સામેલ છે.

અત્યાર સુધીમાં 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત
એક અહેવાલ પ્રમાણે 1 માર્ચ બાદથી દરરોજ સરેરાશ 100 કરોડ રૂપિયાની કિંમતના સામાનની જપ્તી કરવામાં આવી રહી છે. ચૂંટણીના એલાન બાદથી અત્યાર સુધીમાં 4,650 કરોડ રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ રકમ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી કુલ જપ્તી કરતા પણ ઘણી વધારે છે.

.png)