બારડોલીના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કર્યો હતો

0
બારડોલીના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ બી.એસ.સી નર્સિંગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શ્રદ્ધા પટેલ સોમવારની સાંજે પ્રેમપ્રકરણમાં હોસ્ટેલમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવા પહેલા સાંજે વિદ્યાર્થિનીએ એની મમ્મી સાથે વાત કરી હોવાનું જાણવા મળેલ છે.





મૂળ ગણદેવી તાલુકાના કલવચ ગામે ડાંગર ફળીયામાં રહેતી શ્રદ્ધા પટેલ (21) બારડોલીના નિણત ગામે આવેલ રાધા ગોવિંદ બી.એસ.સી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી. રવિવારે સરદાર હોસ્પિટલમાં નાઈટ ડ્યુટી કરીને સોમવારે સવારે પરત હોસ્ટેલમાં વિદ્યાર્થિની આવી ગઈ હતી. બપોરે ભોજન કરીને આરામ કર્યા બાદ બધા ભેગા થઈને વાતચીત કરતા મોબાઈલ પર ફોન આવતા, ઊઠીને વાત કરતા નીકળી હતી. સાંજે જમવાના સમયે અન્ય સાથી વિદ્યાર્થીઓ શોધતા રૂમમાં દેખાઈ ન હતી. ત્યારબાદ હોસ્ટેલમાં એક રૂમ ખાલી હોય, જ્યાં વિદ્યાર્થિનીઓ પ્રસંગો, બર્થડે સહિતની ઉજવણી કરતા હતા. જે રૂમ બહારથી અડાગરો મારે, લોક કરે નહી, પરંતુ આ રૂમનો અડાગરો ખુલ્લો હતો, જેથી તપાસ કરતા અંદરથી બંધ હતો, જેથી વિદ્યાર્થિનીઓ વોર્ડનને જાણ કરી અંદર તપાસ કરતા શ્રદ્ધા પટેલે આત્મહત્યા કરી હતી. શ્રદ્ધા પટેલે છેલ્લે એની મમ્મી સાથે ફોન પર વાત કરી હોવાનુ પોલીસ જણાવે છે. સાથી વિદ્યાર્થિનીઓના પોલીસે નિવેદન લીધા છે. ગામના જ યુવક સાથે પ્રેમસંબંધ હોય, બે દિવસથી વાતચીત પણ થઈ ન હતી અને ઘરનાને પ્રેમસંબંધ પસંદ ન હોવાનું પણ જાણવા મળેલ છે, પ્રેમસંબંધમાં આખર શ્રદ્ધાએ જીવન ટૂંકાવી લીધું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top