લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો ,વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા

0
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વાત જાણે એમ છે કે, બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપમાં જોડાયા છે. તેઓ આજે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુખ્યાલયમાં ભાજપમાં જોડાયા છે. મહત્વનું છે કે, બોક્સર વિજેન્દ્ર સિંહે ટ્વિટર (X) પર એક લાઇનની પોસ્ટ કરી હતી, જેના પછી લોકસભા ચૂંટણી પહેલા ઘણી અટકળો શરૂ થઈ હતી. તેણે લખ્યું, 'જ્યાં જનતા ઈચ્છે છે, હું તૈયાર છું.





2019માં કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયેલા વિજેન્દ્રને તેમની પહેલી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી પણ તેઓ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા, પરંતુ ડિસેમ્બર 2023માં તેમણે સોશિયલ મીડિયા પર રાજનીતિમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. જોકે એવી અટકળો છે કે તે પુનરાગમન કરી શકે છે. 


વિજેન્દ્રની રાજકીય કારકિર્દી ઘણી ટૂંકી રહી છે. વર્ષ 2019 માં કોંગ્રેસમાં જોડાઈને તેમણે દક્ષિણ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ રમેશ વિધુરી સામે હારી ગયા હતા. આ પછી રાજકારણમાં તેમની પ્રવૃત્તિ ઓછી થઈ અને ડિસેમ્બર 2023માં તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, રાજનીતિમાં રામ-રામ. આ પછી એવી અટકળો લગાવવામાં આવી હતી કે વિજેન્દ્રએ રાજકારણથી દૂરી લીધી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top