વ્યારા નગરમાં દારૂના નશામાં એક મહિલા સાથે ઝઘડો કરતા યુવકની પોલીસે અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વ્યારા નગરમાં આવેલા ખટાર ફળિયામા રહેતા યુવક નિલેશભાઈ ગામીત જેવો દારૂના નશામાં ફળિયામાં રહેતા એક મહિલા સાથે ઝઘડો કરતો હતો.

જેને લઈને મહિલાએ વ્યારા પોલીસમાં યુવક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.વ્યારા પોલીસે સ્થળે આવી દારૂના નશામાં બબાલ કરતાં નિલેશ મંગાભાઈ ગામીત (29) રહે ખટાર ફળિયુંની અટક કરી હતી. મેડિકલ ચેકઅપ કરાવી તેની વિરુદ્ધ પ્રોહી એક્ટનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઇ છે.


.png)