Surat: માંગરોળના કઠવાડા ગામે હાઇવા ટ્રક બ્રીજની સેફ્ટી રેલીંગ તોડી ખાડીમાં ખાબકી

0
માંગરોળના કઠવાડા ગામે હાઇવા ટ્રક બ્રીજની સેફ્ટી રેલીંગ તોડી 20 ફૂટ ઉંડી ખાડીમાં ખાબકી હતી. હાઇવા ટ્રકના ચાલકનો આબાદ બચાવ થયો હતો. સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ હાઇવા ટ્રકને ખાડીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.




સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કઠવાડા ગામ પાસે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. એક હાઈવા ટ્રક પસાર થઈ રહી હતી તે દરમિયાન હાઈવા ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક કઠવાડા ગામે પસાર થતી ગાંડવા ખાડીની સેફ્ટી રેલીંગ તોડી સીધી 20 ફૂટ ઉંડી ખાડીમાં ખાબકી હતી. બનેલ ઘટનાને લઈને સ્થાનિકો તુરત સ્થળ પર દોડી ગયા હતા. સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હાલ પાણીમાં અડધી ડૂબી ગયેલ હાઇવા ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top