જો આપના Paytm FASTagમાં હવે પૈસા નથી બચ્યા તો આપે તેને 15 માર્ચ પહેલા ક્લોઝ કરી દેવું જોઇએ જેથી આપને નવું ફાસ્ટેગ મળી શકે.
- RBIએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ જાહેર કર્યો હતો
- Paytm કંપનીની અનેક સર્વિસિસ બંધ થવા જઇ રહી છે
- 15 માર્ચ પહેલા ક્લોઝ કરી દેવું જોઇએ જેથી આપને નવું ફાસ્ટેગ મળી શકે
જો આપ Paytm FASTagનો ઉપયોગ કરો છો તો 15 માર્ચ સુધીમાં એક કામ અવશ્ય કરાવી લેજો. જો આપના Paytm FASTagમાં હવે પૈસા બચ્યા નથી તો આપે તેને ક્લોઝ કરી દેવું જોઇએ .
paytmની અનેક સર્વિસિસ બંધ થશે
પેટીએમ પેમેન્ટ બેંક પર RBIની કાર્યવાહી બાદ કંપનીની અનેક સર્વિસિસ બંધ થવા જઇ રહી છે. RBIએ પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ જાહેર કર્યો હતો , જે બાદથી કંપની નવા કસ્ટમર્સ, પ્રિપેડ કાર્ડ, પેટીએમ પેમેન્ટ વોલેટ, ફાસ્ટેગ સહિત અનેક સર્વિસિસ ઓફર નહીં કરી શકે
પાંચથી સાત દિવસનો સમય
જો આપના Paytm FASTagમાં હવે પૈસા નથી બચ્યા તો આપે તેને 15 માર્ચ પહેલા ક્લોઝ કરી દેવું જોઇએ જેથી આપને નવું ફાસ્ટેગ મળી શકે. આપ પેટીએમ ફાસ્ટેગ ક્લોઝ કરો છો તો તેમાં પાંચથી સાત દિવસનો સમય લાગે છે. જેવી તમે ફાસ્ટેગ ક્લોઝ કરવાની રિકવેસ્ટ નાંખો છો કંપની આપને એક મેસેજ મોકલે છે. જેમાં લખ્યુ હોય છે કે આપનું ફાસ્ટેગ આગામી પાંચથી સાત દિવસની અંદર બંધ થઇ જશે આપનું વધેલુ બેલેન્સ પેટીએમ પેમેન્ટ બેંક વોલેટમાં ટ્રાન્સફર થઇ જશે.


.png)