તાપી જિલ્લાની બહેનો નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત કરશે

0
  • તાપી જિલ્લાની સખી મંડળની ૧૫ બહેનો રાષ્ટ્રપતિ ભવનના “અમૃત ઉદ્યાન”ની મુલાકાત પ્રવાસમાં સામેલ થશે
  • સખી મંડળના માધ્યમ થકી ગામડાથી છેક દિલ્હી રાજભવન જવાનો મોકો મળ્યો - ખુશી સખી મંડળના સભ્ય લતાબેન ગામીત
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનને સામાન્ય જનતા માટે ફેબ્રુઆરી-માર્ચ માસ દરમિયાન ખુલ્લું મુકવામાં આવે છે. જે અંતર્ગત ખાસ વિકલાંગ વ્યક્તિઓ, સંરક્ષણ કર્મચારીઓ, અર્ધ લશ્કરી દળો અને પોલીસ કર્મચારીઓ, મહિલા અને આદિજાતિ સમુદાયના સ્વ-સહાય જૂથોની મહિલા તેમજ દિલ્હી NCR અને તેની આસપાસના અનાથાલયોના બાળકોને અમૃત ઉદ્યાનની ખાસ મુલાકાત કરાવવામાં આવે છે.


આ કાર્યક્રમ અન્વયે આગામી તારીખ ૮ માર્ચ ૨૦૨૪ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ના રોજ રાજ્યના આદિજાતિ સમુદાયના સ્વ સહાય જૂથોને પ્રાથમિકતા આપીને મહત્તમ મહિલા સભ્યોને અમૃત ઉદ્યાનની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના તાપી, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ એમ ૬ જિલ્લાના કુલ-૮૫ જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top