4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આજે કમલમ ખાતે કેસરીયા કર્યા છે. તો બીજી બાજુ મુળુ કંડોરિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો ખેસ-ટોપી પહેરાવી વિધીવત રીતે સ્વાગત કર્યું છે.

મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા
મોદીએ 4 સેક્ટર પસંદ કર્યાઆ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું કે, વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા. મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે. આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે. ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવ્યા. ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો અને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે તે તમામનું સ્વાગત છે.
મોઢવાડિયાએ કહ્યું-PM મોદી દિવસ-રાત જોયા વગર કામ કરે છે
વડાપ્રધાન મોદી દિવસ-રાત જોયા વગર કામ કરે છે, અમને રાજનીતિ વારસામાં મળી નથી. ભાજપને મારા જેવા કોઈ નેતાની જરૂર નથી. અમે ખૂબ મહેનત કરીને અમારી જગ્યા બનાવી છે.
.png)

.png)