ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન : ડેસ્કટોપમાં લોગીનની સમસ્યા, મોબાઈલમાં સેશન એક્સપાયર; મેટાની ઘણી સર્વિસ ઠપ

0
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા.બંને એપ્લિકેશન ડેસ્કટોપ પર પણ લોગ-ઇન નથી થઈ રહી. એપ પર સેશન એક્સપાયર થઈ ગયું છે.યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. આવું શા માટે થયું તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.





ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવાર રાત્રે (5 ફેબ્રુઆરી 2024)એ અચાનક ડાઉન થઈ ગયા છે. યુઝર્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ રહ્યા છે. તો ઈન્સ્ટાગ્રામ પર રિલ્સના ઓપ્શન પર ક્લિક કરતા યુઝર્સ રિલ્સ જોઈ શકે છે. જોકે મેસેજ મોકલવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અન્ય ફીચર્સ કામ નથી કરી રહ્યા. જ્યારે યુઝર્સને ફેસબુક એકાઉન્ટ લોગઆઉટ થયા છે. જેને લોગીન કરતા એરર આવી રહી છે. બંને એપ દુનિયાના અનેક ભાગોમાં બંધ છે. લોકો X પર સતત ટ્વિટ કરીને ફરિયાદ કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.

ફેસબુકે જાહેર કર્યું સ્ટેટમેન્ટ

ફેસબુકની પેરેન્ટ કંપની મેટા તરફથી સ્ટેટમેન્ટ આવી ગયું છે. કંપનીએ કહ્યું છે કે, 'અમને આ વાતની માહિતી છે કે લોકોને ફેસબુક સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.'

X પર લોકો કરી રહ્યા છે ફરિયાદ


ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થવાથી લાખો યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર #FacebookDown ટ્રેન્ડ કરી રહ્યું છે. યુઝર્સ #FacebookDown અને #InstagramDown જેવા હેશટેગ સાથે X પર ટ્વિટ કરી રહ્યા છે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top