- ભાજપ સામે કોંગ્રેસ અને AAP એક થઇ INDIA ગઠબંધન હેઠળ લડવાના છે
- BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી
લોકસભા ચૂંટણી 2024 હવે થોડા દિવસોમાં યોજાવાની તારીખો નક્કી થાય તે પહેલા ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભાજપ સામે કોંગ્રેસ અને AAP એક થઇ INDIA ગઠબંધન હેઠળ લડવાના છે. બીજી બાજુ સમાચાર સામે આવી રહ્યા છે જે દક્ષિણ ગુજરાતના મોટા આદિવાસી નેતા તેમજ ભારતીય ટ્રાઈબલ પાર્ટી-BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે.
આપને જણાવી દઈએ કે આજે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેને લઇ રાજકારણ માં મોટી ચર્ચા એ જોરપડકી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેશ વસાવા ટૂંક સમયમાં જાહેર સંમેલન કરીને મોટી સંખ્યામાં BTPના આગેવાનો અને કાર્યકરો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી BJPની આદિવાસી વોટબેન્ક મજબૂત થશે એ નક્કી છે. જોડાશે ભાજપમાં


.png)